આમ જ ક્યા કોઇના થી ક્યા પણ લખાય છે,
રડે છે મન પણ આસુ ક્યા દેખાય છે?
લખો ગમે તેટલુ ચોપડા ભરી ભરી ને,
અક્ષરો મા ક્યા મારુ અસ્તીત્વ વન્ચાય છે?
સુર્ય પણ મળે છે ચન્દ્ર ને ગ્રહણ ના સમયે,
મારા થી એમનો ચહેરો પણ ક્યા જોવાય છે?
હવે તો તરસ્યા અને એમને નીહાળવા માટે,
સર્વસ્વ મ્રુગ જળ સભો જ આભાસ થાય છે.
લખ્યુ નથી કાઇ તે છતા બધુ લખી નાખ્યુ,
સ્પશ્ટ કહ્યુ છતા પણ એમને ક્યા સમજાય છે????
##############################################
હજી આખ મા ફરકે છે કૉઇ, હજી મીઠુ શરમાઇ મલકે છે કોઇ.
વીખુઠા પડ્યા છતા પણ લાગે છે હજી, કે હજી પણ રગ રગ મા સરકે છે કોઇ.....
સન્બધો ના હસ્તાક્શર કોઇ ઉકેલી નથી શકતુ,
એમા જોડણી ની ભુલ કોઇ શોધી નથી શકતુ.
ખુબ સરળ હોય છે વાક્ય રચના એની,
છતા પણ પુર્ણ વીરામ કોઇ મુકી નથી શકતુ....
#################################
પરિ રુપી એક રાણી ને ક્યાક તો જોઇ છે,
ગજલ રુપી એક પદમણી ને મે ક્યાક તો જોઇ છે.
કઇ રીતે વ્યક્ત કરુ લાગણી એ અહેસાસ ની,
કવિ ની એક પ્રબળ કલ્પના ને મે ક્યાક તો જોઇ છે.
યાદ કરુ છુ જ્યારે એ મુલાકાત ના પ્રસગો,
પ્રથમ વરસાદ રુપી એ હેલી ને મે ક્યાક તો જોઇ છે.
વર્ષો થી વ્યાકુળ થઇ રહ્યુ છે આ મન એના માટે,
કેવી રીતે સમજાવુ, મીલન માટે કેટ્લા જન્મો થી વાટ મે જોઇ છે....
############################
સ્વપ્ના મા યાદ ના આવે તો સારુ,
રુદીયા મા ફરી દર્દ ના ઉપડે તો સારુ.
ક્યા સુધી સમજાવુ આ પાગલ મન ને?
લાગણી ના એ પડ્છાયા ખોવાઇ જાય તો સારુ.
પાના ના મહેલો ની જેમ હવે તુટ્યો છુ હુ,
પ્રણય ની એ પળો ભુલાઇ જાય તો સારુ.
થાક્યા એની વાટ જોઇને આ દીલ પણ બોલી ઉઠ્યુ,
હવે એ ક્યારેય પાછા ના આવે તો સારુ.....
###############################
રુઠેલા ને મનાવતા આવડે છે,
ગમ મા ડુબેલા ને હસાવતા આવડે છે.
અમે તો દુઃખી લોકો ને પણ ખુશ કરી નાખીયે છે,
દુનીયા કહે છે કે આ પાગલ ને તો ખાલી હસતા જ આવડે છે....
###############################
આજે દુર થી જ કોઇ સલામ કરી ગયા,
ફરી થી એમની યાદો ના ગુલામ કરી ગયા.
પોતાને ગીરવી મુકી ખરીદ્યા હતા સપના જેના માટે,
આજે એ જ આવી ને સપના નીલામ કરી ગયા.....
#################################
કોઇ ના જવાનો એહેસાસ આજે થયો છે,
કઇ જ ના કહેવાનો અહેસાસ આજે થયો છે.
સાથે હતા ત્યારે ના વીચાર્યુ શુ થઇ રહ્યુ છે,
એકલા પડ્વાનો અહેસાસ આજે થયો છે....
###########################
સુકાયેલી નદી ના ક્યાક્થી પગરણ મળી આવે,
વિખુટુ થઇ ગયેલુ એ રીતે એક જણ મળી આવે.
ઘણા વર્ષો પછી વાચ્યા વગર ની એક ચીઠ્ઠી મા,
તને ચાહુ છુ હુ બસ આટ્લી ટાચણ મળી આવે.
ફરે છે એક માણસ ગોધલી વેળા આ સડકો પર,
કદાચીત ગામ નુ છુટુ પડેલુ ધણ મળી આવે.
ગણુય નામ જેનુ સાભળ્યુ હતુ અને હતી ખ્યાતી,
મળી એ શખ્શ ને સાવ સાધારણ મળી આવે.
ખખડ્ધજ કાટ લાગેલી જુની બીસ્માર પેટી મા,
કદાચ ખજાનો શોધવા બેસો અને બાળપણ મળી આવે.....
#####
તમારી દુરતા પણ છે નીકટ્તા ના ઇશારા સમ,
તમારા તો અબોલા પણ અમારા આવકારા સમ.
તમે રુઠ્યા ભલે નો હોય, સભર છિયે તમારા થી,
તમે સુકી નદી ના પટ અમે લીલા કીનારા સમ.
નદી થઇને તમે વહેજો નીકળ્જો સાવ પાસે થી,
તમારા મા તુટ્યા કરીશુ કાચા કીનારા સમ.
અમે તો ઉજાળા છીયે તમારી છત્રછાયા મા,
તમે આકાશી અન્ધારુ,અમે જીણા જગારા સમ.
તમારા થી અમે છીયે તમારા અધીક રહીયે,
તમે માનો ના માનો પણ એ સાચુ છે તમારા સમ...
##
વસત ના વાયરા મા લહેરતો આ પવન,
વર્ષા ની પહેલી હેલી મા મહેકતી આ માટી ની સુગધ...
ધરા અને ગગન નુ આમ તો થતુ નથી મીલન,
પણ મલે છે જ્યારે એ ક્ષીતીજ મા ત્યારે થાય છે એના લગન....
##
આશા ઓ પર પાણી ફરી જતા વાર નથી લાગતી,
પાના ના મહેલો ટુટતા વાર નથી લાગતી..
સઘર્ષ વિના ના સ્વપ્ન જોનારા ઓ માનવી,
સ્વપ્નો ટુટ્તા પણ વાર નથી લાગતી..
હારી ને જ્યારે બેસી રહ્યો છે જ્યારે તુ માનવી,
સમય ને વહેતા પણ વાર નથી લાગતી..
યથાર્ત પરીષ્રમ એક વાર ફરી થી કરી જો તુ,
સુર્યાસ્ત પછી સુર્યોદય ને પણ વાર નથી લાગતી..
##
તુ નથી પણ તારુ સ્થાન હ્ર્દય મા હજી બાકી છે,
પળે પળે તારી યાદ દીલ મા હજી બાકી છે..
વીતેલા સમય ની યાદ આવતા આસુ સરી જાય છે,
આસુઓ તો લુછી લઉ છુ પણ પ્યાસ હજી બાકી છે..
જ્યા જ્યા નજર પડે છે બસ તારી જ તસ્વીર દેખાય છે,
છતાય તારા દીદાર કરવા ની તમન્ના હજી બાકી છે..
તને મળીશ ત્યારે શુ કહીશ એની મને ખબર નથી,
છ્તાય વાતો કરવા ના અરમાન હ્જી બાકી છે..
નયન મળ્યા દીલ મળ્યા આખરે જુદા થઇ ગયા,
તુ અને હુ એક જ હતા એ દાસ્તાન હ્જી બાકી છે..
મારા દીલ ની દુનીયા મા તુ નથી તો કઇ નથી,
તુ સ્પર્ષ ની લાગણી હતી એ ગર્વ હજી બાકી છે.....
##
દરેક વખતે કોઇ ને કોઇ નો સહારો નથી મળતો,
કદી કીનારા સાથે કીનારો નથી મળતો..
રોજ સરખુ જોયુ છે આ ગગન છતા,
કાલ જેવો આજે નજારો નથી મળતો..
ભલે ને હોય હમસફર એક રાહ ના પણ,
બન્ને ના વીચારો નો સથવારો નથી મળતો..
છે એક જ આકાશ મા તો શુ થયુ,
સુર્ય ને કદી રાત્રી નો સીતારો નથી મળતો.....
####
એક ટીપૂ આખ માથી સરકી ગયુ તો શુ થયુ,
એક જણ પાછુ ફરી થી જીવી ગયુ તો શુ થયુ?
જાગતા હોવા છ્તા મે ડોળ કર્યો ઉન્ઘ નો,
એક સપનુ ભુલ થી આવી ગયુ તો શુ થયુ?
લાગણી મારી ટકોરા મારી બારણા થી પાછી વળી,
ખોલવા મા સહેજ મોડુ થયુ તો શુ થયુ?
જીદગી આખી વીત્યુ મારી ઉપર જે બધુ,
એક પળ તારી ઉપર વીતિ ગયુ તો શુ થયુ?
કેટ્લી ઇચ્છા ની ઉમર ખુબ મોટી થઇ હતી.
એક બે ઇચ્છા નુ સગપણ થઇ ગયુ તો શુ થયુ?
No comments:
Post a Comment